ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના આગેવાન પીનેશ ચારેલ સહિત 100 કાર્યકર્તાએ ભાજપનો ખેસ પહેર્યો

ફતેપુરા,

ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. જેઓને આપ પાર્ટી દ્વારા આપવામાં આવતી ગેરંટી માત્ર પ્રચાર પ્રસાર પૂર્તિ જ હોવાનું જણાતા આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલ એન્જિનની ભાજપ સરકારમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓની સાથે દિનેશભાઈ ચારેલ, ગોપાલભાઈ ચારેલ, જેન્તીભાઈ ચારેલ, વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.