શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના એનએસએસ વિભાગનું ગૌરવ

ગોધરા,

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના વિદ્યાર્થી બારીયા પ્રિતેશકુમાર ગૌતમ કુમારે તાજેતરમાં ઓપન ઉત્તર ગુજરાત એટલેટીક્સ ચેમ્પિયનશિપમાં શોર્ટપૂટમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર ઉત્તર ગુજરાતમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના નામનો ડંકો વગાડી દીધો છે, સાથે સાથે તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ એનએસએસ, કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ અને સમગ્ર ગોધરાનું પણ ગૌરવ વધાર્યું છે. પ્રિતેશ કોમર્સ કોલેજ ગોધરાના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે. શોર્ટપૂટ એમનો શોખ રહેલો છે અને તેમણે શોર્ટપૂટમાં પ્રથમ નંબર મેળવી યુનિવર્સિટી સાથે કોમર્સ કોલેજ ગોધરાને ગૌપાવ્યું છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, યુનિવર્સિટી એનએસએસ કોડીનેટર ડો. નરસિંહભાઈ પટેલ, કોમર્સ કોલેજ ગોધરાના પ્રમુખ અને પૂર્વ સાંસદ એવા ગોપાલસિંહજી સોલંકી, કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ પીઓ ડો. અરૂણસિંહ સોલંકી સહિત તમામ મહાનુભાવો એ પ્રીતેશને અભિનંદન પાઠવ્યા છે.