દે.બારીઆના પીપલોદ ખાનગી ફાયનાન્સની કચેરીમાં ફાયર સેફટીનો અભાવ

દે.બારીઆ-પીપલોદમાં ખાનગી ફાયનાન્સની કચેરીઓમાં ફાયર સેફટી અને પીવાનુ પાણીનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. જે અંગે લાગતુ વળગતુ તંત્ર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

દે.બારીઆ અને પીપલોદમાં ખાનગી ફાયનાન્સની કચેરીઓમાં ગામડાના લોકો લેવડ-દેવડના દસ્તાવેજો અંગે કચેરીઓમાં આવતા હોય છે. ત્યારે એ કચેરી ઉપર પીવાનુ પાણી માટે પણ કોઈ સુવિધા ગ્રાહકો માટે હોતી નથી. ગામડાના લોકો લોન લેવા માટે દુર દુરથી ભુખ્ય તરસ્યા આવતા હોય છે. ત્યારે પાણી પણ મળતુ નથી. અધુરામાં પુરૂ લાખો રૂપિયાનો વહીવટ આ ખાનગી ફાયનાન્સવાળા કરતા હોય છે ત્યારે તેમની કહેવાતી જતી હાટડીઓમાં કદાચ આકસ્મિક રીતે આગ લાગે ત્યારે ફાયર સેફટીની પણ કોઈ સુવિધા હોતી નથી. જે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તે જરૂરી છે.