દાહોદ જીલ્લા પંચાયત ભવનના ફરિયાદી માંથી આરોપી બનેલા મહેસુલ શાખાના નાયબ ચીટનીશ વિજય ડામોર દાહોદ સબ જેલના હવાલે કરાયા !

દાહોદના નકલી બિન ખેતીના હુકમોના આધારે ખેતીની જમીનો બારોબાર બીન ખેતીમાં ફેરવી દઈને સરકારના કરોડો રૂપિયાના ચોરી પ્રકરણમાં શૈષવ આણી મંડળી ભુ-માફીયાઓ ના બહાર આવેલા રાજ્ય સરકારને પણ હચમચાવી મૂકે એવા ગોરખધંધાઓના સામ્રાજ્યમાં શૈષવ આણી મંડળીના નકલી બિનખેતીના હુકમો તૈયાર કરવામાં મદદગારી કરનાર દાહોદ જીલ્લા પંચાયત ભવન ના મહેસુલ શાખા ના નાયબ ચીટનીશ વિજય ડામોર ફરિયાદી માંથી ખુદ આરોપી બની ગયા હતા.

દાહોદ ના ડી.વાય.એસ.પી.જે.પી. ભંડારીની 6 દિવસોના પોલીસ રિમાન્ડના સામનાની પૂછપરછો બાદ આરોપી નાયબ ચીટનીશ વિજય ડામોરને આજરોજ અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા વિજય ડામોરને અદાલતના આદેશ બાદ દાહોદ સબ જેલમાં રવાના કરાયા હતા. જોકે, રાજ્ય સરકારને હચમચાવી દેનારા દાહોદના બહુચર્ચિત નકલી બિનખેતીના હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાની ચોરી કરવાના શૈષવ આણી મંડળીના કરતુકો સામે કાર્યરત કરાયેલા તપાસો વચ્ચે આજરોજ ગરબાડા સુધી પણ આ તપાસો નો રેલો પહોંચ્યો હોવાની ચર્ચાઓ તેજ બની હતી.

દાહોદના રેવન્યુ સર્વે નંબર 303 ,305 અને 306 ની ખેતીની જમીનોને દાહોદ જીલ્લા પંચાયત કચેરીના નકલી બિનખેતીના હુકમના આધારે આ જમીનોને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમ ની ચોરી કરીને બિન ખેતીમાં ફેરવી દેવાના ચોકાવનારા કારસ્થાનોમાં જમીન માલિક ઝકરીયા ટેલર સાથે પ્રથમ દિવસે જ શહેરના નામાંકિત વગદાર બિલ્ડર શૈષવ પરીખ ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અન્ય જમીન સંબંધીત ગુનામાં પોલીસ રિમાન્ડનો સામનો કરી રહેલા શૈષવ પરીખની સદન પૂછપરછોના નકલી બિન ખેતીના હુકમો તૈયાર કરવામાં ખૂદ જીલ્લા પંચાયત કચેરીના અસલી કર્મચારી મહેસુલ શાખાના ઇન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય રમસુભાઈ ડામોર ની સંડોવણીઓ નો પર્દાફાશ થતા વહીવટી મોરચે જબરજસ્ત ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.