દાહોદના ઈન્દોર રોડ ખાતે આવેલ દરગાહ પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

દાહોદ તાલુકાના ઈન્દૌર રોડ ખાતે આવેલ એક દરગાહની પાસે કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ તાલુકાના ઈન્દૌર રોડ ખાતે આવેલ ઘાટાપીર ગેબનશાહવલીની દરગાહ પાસે કોઈ અજાણ્યા પુરૂષ આશરે ઉંમર 30 વર્ષનાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનીક લોકોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતક વ્યક્તિના પરિવારજનોની શોધખોળ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.