દાહોદ,
જિલ્લા સેવા સદન દાહોદ ખાતેના સભાખંડમાં ગત રોજ ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કરવામાં આવી રહેલી વિવિધ કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી તેમજ ઉપસ્થિત નોડલ અધિકારીઓએ માહિતી આપી હતી. ઓબ્ઝવર્સઓએ આ અંગે જરૂરી સૂચનો પણ સબંધિત અધિકારીઓને કર્યા હતા.
બેઠકમાં જનરલ ઓબ્ઝવર્સ રીષિરેન્દ્ર કુમાર, સચીન્દ્ર પ્રતાપસિંહ, સુનીલ શર્મા તેમજ એક્સપેન્ડીચર ઓબ્ઝવર્સ મૃત્યુજંય સૈની, લવીશ શૈલી અને પોલીસ ઓબ્ઝવર્સ સતીષ કુમાર ઉપસ્થિત રહ્યાં હતા અને નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં આચારસંહિતા ભંગ, એક્સપેન્ડીચર મોનિટરિંગ, પેઇડ ન્યુઝ, કર્મચારીઓને તાલીમ, મતદાતા જાગૃકત્તા અંતર્ગત ચાલી રહેલી સ્વીપ સહિતની પ્રવૃતિઓ, ચૂંટણી અંગે વિવિધ તાલુકા સહિત અંતરિયાળ વિસ્તારોમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ, પોસ્ટલ બેલેટ, ટોલ ફ્રી નંબર તેમજ સીવીજીલ ઉપર આવી રહેલી કંમ્પલેન્સ, યુવા અને પ્રથમ વખત મતદાન કરવા માટેનો કરાય રહેલા જાગૃકત્તા કાર્યક્રમો, દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાન માટેની વિશેષ વ્યવસ્થા સહિત મતદાન મથકો ઉપરની વ્યવસ્થાઓ વિશે વિગતે માહિતી મેળવી હતી. તેમણે સબંધિત નોડલ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.