શહેરામાં ગેરકાયદેસર છુપી રીતે વ્યાજનો ધંધો કરતાં વ્યાજખોરો ઉપર પોલીસ કાર્યવાહી કરશે ?

શહેરામાં છુંપી રીતે ગેરકાયદેસર વ્યાજનો ધંધો અનેક લોકો કરતા હોય છે. વ્યાજખોરો પાંચ ટકા કે 20 ટકા સુધી અને તેના કરતાં વધુ વ્યાજ પણ લેતા હોવાની બુમો ઉઠી રહી હોવા સાથે અનેક પરિવારો આવા વ્યાજખોરોના કારણે હેરાન પરેશાન હાલમાં પણ થઈ રહ્યા હોય એમ કહીએ તો નવાઈ નહી. જોકે પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત ના માર્ગદર્શન હેઠળ નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વ્યાજખોરોના બાબતને લઈને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહયુ છે. પોલીસ કર્મીઓ દ્વારા મહત્વના બજારો તેમજ નાડા સહિતના અન્ય ગામોમાં લોકોને ભેગા કરીને વ્યાજ ખોરોના ત્રાસ અંગેની અમને રજૂઆત કરો તેમજ મહત્વની વિસ્તૃત માહિતી પણ આને લગતી આપવામાં આવી રહી હતી. જ્યારે નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સોમવારના રોજ સાંજના 5:00 વાગ્યે પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત ની ઉપસ્થિતિમાં વ્યાજખોરો ના ત્રાસની રજુઆત કરી શકે અને નિરાકરણ આવે એ માટે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

જોકે અનેક લોકો રૂપિયાની જરૂર હોય ત્યારે ઊંચા વ્યાજે નાણાં લીધા પછી વ્યાજે લેનાર વ્યક્તિ મુડી કરતા પણ બમણું વ્યાજ ચુકવા છતા વ્યાજ ખોરોના ચંગુલમાંથી છુંટી શકતા નથી.અમુક સમયે તો વ્યાજખોરોના આંતકના કારણે ભયના ઓથાર હેઠળ તેઓ અને તેમના પરીવારના સભ્યો ને જીવવું પડતુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.શહેરા નગર વિસ્તારમાં પણ ઘણા બધા લોકો છૂપી રીતે 5% કરતાં ઊંચુ વ્યાજ લઈને રૂપિયા આપતા હોવાનું લોકોમાં ચર્ચા રહયું હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા વ્યાજખોરોને શોધી કાઢીને કાયદાનો પાઠ ભણાવે તે પણ જરૂરી છે. અમુક વખતે તો વ્યાજે લેનાર વ્યક્તિને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોય અને અપશબ્દો પણ બોલતા હોવા સાથે ઘરમાં વાહન કે પછી જે કોઈ વસ્તુ હોય મોઘું એ પણ લઈ જતા હોવાનું લોકોમાં ચર્ચા રહી હોય ત્યારે જોવુંજ બન્યું કે આવા વ્યાજખોરો સામે જિલ્લાની પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરશે.