ગોધરા, ગોધરાના પરવડી જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નીટ પરીક્ષા ગેરરીતિની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો.
2024ની 5મે 2024 નીટ પરીક્ષામાં ગોધરા જય જલારામ સ્કુલમાં લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિ બાતમીના આધારે જીલ્લા કલેકટરની સુધી સુચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયા શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, આચાર્ય સહિત પાંચ ઈસમોની સંડોવાયેલી સામે આવતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. 8મે 2024ના રોજ નોંધાયેલ હતી તે નીટ પરીક્ષાની ગેરરીતિની વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગોધરા તાલુકાની નીટ પરીક્ષાની ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. ગોધરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિની તપાસ જો સીબીઆઈને સોંંપવામાં આવે તો પંંચમહાલ નીટ પરીક્ષામાં વધુ લોકોની ભૂમિકા સામે આવી શકે છે.