પતિ સાળી સાથે ભાગી ગયો તો સસરા વેવાણને લઈને ઉપડી ગયા, ઘરમાં મહિલા એકલી રહી ગઈ

બિહારના મુઝફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામમાંથી કંઈક આવું જ જોવા મળ્યું છે. જેની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે. અહીં એક મહિલાનો પતિ પોતાની સાળી સાથે ભાગી ગયો, તો બીજી તરફ તેની મા પણ પોતાના વેવાઈ સાથે ફરાર થઈ ગઈ હતી.

હકીક્તમાં જોઈએ તો, ફરીદપુર ગામના રહેવાસી પીડિતા સુધા કુમારીએ લોકલ ૧૮ને જણાવ્યું કે, મારા લગ્ન ૨૧ જૂન ૨૦૨૧ના રોજ મુઝફરપુર જિલ્લાના બોચહા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ભગવાનપુર ગામના રહેવાસી છોટુ કુમાર સાથે હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન થયા હતા. લગ્ન બાદ મારો પતિ છોટૂ કુમાર ત્રણ વર્ષ સુધી મને ઘરમાં સારી રીતે રાખી.

વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાથી મારો પતિ છોટુ કુમાર, મારી નાની બહેન સાથે ફોન પર વાત કરવા લાગ્યો. વાત કરતા કરતા ૫ મહિના બાદ ૩ જૂન ૨૦૨૪ના રોજ મારો પતિ, મારી નાના બહેનને લઈને દિલ્હી ભાગી ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેના લગ્નની જાણકારી મને સોશિયલ મીડિયા પરથી મળી હતી.

પીડિત મહિલા સુધા કુમારીએ જણાવ્યું કે, મારી નાની બહેન અને મારા પતિને ભગાડવામાં મારા મા ફુલ કુમારી દેવીનો હાથ છે. મારી માએ જ બંનેને ઢોલી સ્ટેશન પર મુકવા ગઈ હતી. બંનેને ભાગતી વખતે ૨૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા. ત્યાર બાદ મારી મા બંનેને શોધવાનું બહાનું બનાવીને કહેવા લાગી કે, તે સાસરિયે જ રોકાઈ જા. હું આ બંનેને શોધીને આવું છું.ત્યાર બાદ મારી મા ફુલ કુમારી દેવી પોતાની નાની દીકરી અને જમાઈને શોધવાના બહાને મારા સસરા બિરાજી ભગત સાથે ગામમાંથી ભાગી ગઈ. ત્યાર બાદ મારી મા પણ મારા સસરા સાથે દિલ્હી રહેવા લાગી અને હવે તેઓ મારો ફોન પણ ઉઠાવતા નથી.

તો વળી સુધાનો પતિ છોટુ કુમારનું કહેવું છે કે, મારી સાસુ ફુલ કુમારી જ સાળી સાથે લગ્ન કરવા માટે વારંવાર કહી રહી હતી. તેના માટે મારી સાસુએ મને પૈસા અને ગાડી આપવાનું વચન આપ્યું હતું. આ લાલચમાં મેં પણ લગ્ન કરી લીધા. પછી ઘરેથી દૂર એક મંદિરમાં જઈને મારી સાસુએ તેમની નાની દીકરી સાથે લગ્ન કરાવી દીધા, હવે હું બંને પત્નીને સાથે રાખવા માગું છું. આ સમગ્ર મામલામાં સકરા પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા આપવામાં આવેલી અરજી પર તપાસ કરી રહી છે.