ભારતને તોડવા માટે ખુલ્લેઆમ જંગની વાત કરતો હતો અને તાલીમ આપતો હતો

ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને એક વર્ષ થઈ ગયું છે. નિજ્જરના મૃત્યુથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ પેદા થયો હતો. તાજેતરમાં કેનેડાની સંસદમાં નિજ્જર માટે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત વિરુદ્ધ કાવતરું કરનારાઓને કેનેડા ખુલ્લેઆમ ટેકો આપે છે. કેનેડા માનવ અધિકારો અને અહિંસાની વાત કરે છે. પરંતુ હવે એક અહેવાલમાં નિજ્જરની પોલ ખોલી દીધી છે, અહેવાલમાં વિગતો આપવામાં આવી છે કે કેવી રીતે નિજ્જર ભારતને તોડવા માટે ખુલ્લેઆમ જંગની વાત કરતો હતો અને તાલીમ આપતો હતો.

ધ ગ્લોબ એન્ડ મેઇલે અહેવાલ આપ્યો હતો કે નિજ્જર લોકોને ખાલિસ્તાન બનાવવા માટે ઉશ્કેરતો હતો. ૨૦૨૧માં તેણે એક ભાષણમાં ભારત સામે હથિયાર ઉઠાવવાનું આહ્વાન કર્યું હતું. તેણે કહ્યું કે આપણે તલવારોની ધાર પર નૃત્ય કરવું પડશે. આ ઉપરાંત, તેણે તે શીખો પ્રત્યે પણ ગુસ્સો દર્શાવ્યો હતો જેઓ ખાલિસ્તાનના નિર્માણનું સમર્થન તો કરે છે પરંતુ તેના રાજકીય ઉકેલની વાત કરે છે. તેણે કહ્યું હતું કે આપણે તેમને પાછળ છોડવાની જરૂર છે. આ રીતે આપણને ક્યાં ન્યાય મળશે ?

અહેવાલમાં નિજ્જરના સમગ્ર જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. અહેવાલમાં દર્શવાયું છે કે તેને કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો અને તેણે હિંસાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું. નિજ્જર ૧૯૯૭માં ટોરોન્ટો આવ્યો હતો. અદાલતના દસ્તાવેજો અનુસાર, તેની પાસે રવિ શર્માના નામે બનાવટી પાસપોર્ટ હતો. તેના વાળ કાપેલા હતા.. નિજ્જરે અધિકારીઓને જણાવ્યું હતું કે અટકાયત બાદ તેણે ૧૮ મહિના છુપાઈને વિતાવ્યા હતા. પરંતુ હકીક્તમાં, તે યુરોપ ભાગી ગયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૬માં પોલીસે મનદીપ સિંહ ધાલીવાલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જે પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માંગતો હતો. તે જ કેનેડામાં આતંકવાદી તાલીમ શિબિરનો ખુલાસો કરે છે.

નિજ્જરના અહેવાલ મુજબ, ધાલિવાલ નિજ્જરની નજીક હતો અને શિવસેનાના નેતાઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. અહેવાલમાં ધાલીવાલના નજીકના સહયોગીને ટાંકવામાં આવ્યા છે, જેમણે ૨૦૧૫માં ધાલીવાલ સાથે તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.

અહેવાલ મુજબ, નિજ્જરના નેતૃત્વમાં પાંચ યુવાનોએ શો અને જીપીએસની તાલીમ મેળવી હતી. તેઓ સુરક્ષિત રીતે વાતચીત કરવાનું અને નિશાન બનાવવાનું શીખ્યા. તેમણે કહ્યું કે તાલીમ લગભગ મોટાભાગે એક વર્ષ માટે થતી હતી. તે શિબિર જેવું નહોતું. અહેવાલ મુજબ, નિજ્જરે ટૂડોને પત્ર લખીને કોઈ પણ આતંકવાદી તાલીમમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.