ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિરની મુલાકાતે લીધી. જ્યાં હર્ષ સંઘવીએ રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. મંદિર ટ્રસ્ટ સાથે પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે.
રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિર પર રથયાત્રાના રુટ પર તથા શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ માહિતી મેળવી હતી.તો બેઠક બાદ અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે આ વખતની રથયાત્રામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ૨૦ ડ્રોન ઉપરાંત હિલિયમ બ્લુનનો ઉપયોગ કરવામાં આવશે.