લખનૌ,
યોગી આદિત્યનાથના ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બની રહેવા પર સવાલ ઉઠાવનારી એક અરજીને અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ પીઠે રદ કરી દીધી છે.બેંચે બેકારની અરજી દાખલ કરી અદાલતનો સમય ખરાબ કરવા પર અરજીકર્તા ઉપર ૧૧ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ન્યાયમૂત એ આર મસુદી અને ન્યાયમૂત ઓ પી શુકલાની બેચે ડો એમ સ્માઇલ ફારૂકી દ્વારા દાખલ અરજી પર આ આદેશ પસાર કર્યો હતો.
અરજીકર્તાએ વિનંતી કરી હતી કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના બાદ પણ પદ પર બની રહેવાના સમર્થનમાં વિવિધ દસ્તાવ રજુ કરવાનો આદેશ આપે બેંચે એ જાણ્યું કે અરજીકર્તાએ એ વાતને લઇ કોઇ પણ કારણનો ઉલ્લેખ કર્યો ન હતો કે આખરે બેંચેને આવા આદેશ કેમ જારી કરવી જોઇએ બેંચેએ પણ જાણ્યું કે પૂર્વમાં પણ અરજીકર્તા આવી જ અરજી દાખલ કરી તેેને પાછી લઇ ચુકયો છે.તેણે અદાલતથી મંજુરી લીધા જ ફરી તે અરજી દાખલ કરી દીધી હતી.