ગૃહમંત્રી અમિત શાહે આજે ૨૧ જૂન ઈન્ટરનેશનલ યોગ ડેના દિવસે અમદાવાદના ગોટીલા ગાર્ડનમાં યોગ કર્યા હતા. તેમની સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે યોગ દિવસે ભાગ લેવા માટે અમિત શાહ ૨૦ જૂનના રોજ અમદાવાદ આવી પહોચ્યાં હતા.
અમિત શાહ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના મંત્રી હર્ષ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને ગોતીલા ગાર્ડનમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોચ્યાં હતાં . શાહે સવારે સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડનમાં યોગ કર્યા હતા ત્યારબાદ બપોરે નારણપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૩૦ પ્રાથમિક શાળાઓનું ઉદ્ઘાટન કર્યું હતું જેને સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેઓ નારણપુરાની ૩૦ સ્માર્ટ સ્કૂલમાંથી એકની પણ મુલાકાત લીધી હતી
આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. શાહે ઠ પર પોસ્ટમાં લખ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ! શરીર, મન અને બુદ્ધિને સ્વસ્થ રાખવા માટે યોગ એ ભારતીય જીવન પદ્ધતિ છે. તેનો નિયમિત અભ્યાસ વ્યક્તિને માત્ર ઉર્જાવાન બનાવે છે પરંતુ તેનામાં સકારાત્મક ચેતનાનો પણ વિકાસ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રાચીન ભારતીય વારસાને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રૂપમાં વૈશ્ર્વિક બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ યોગ દિવસ પર, ચાલો આપણે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ.