હાલોલની નાની રણભેટ સુધરા ગામ પાસે બાઈક સાથે નીલગાય અથડાતા બાઈક સવાર યુવક અને મહિલાને ઈજાઓ

હાલોલ તાલુકાના નાની રણભેટ અને સુધરા પાસે રોડ ઉપર બાઈક ઉપર યુવક અને મહિલા પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકને સામે નીલગાય(રોઝ)આવી જતાં બાઈકને અકસ્માત સર્જાતા બાઈક અને મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલોલ રેફરલ ખાતે અને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલના ઈશ્ર્વરીયા ગામે રહેતા રોહિત રાજુભાઈ નાયક તેમના સંબંધિ મહિલા સોનલ રાહુલભાઈ નાયકને બાઈક ઉપર બેસાડીને ઈશ્ર્વરીયા તલાવડી ગામે જઈ રહ્યા હતા ત્યારે નાની રણભેટ અને સુધરા ગામ વચ્ચે વળાંકવાળા રસ્તા ઉપર અચાનક નીલગાય (રોઝ)રોડ ઉપર આવી જઈ બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર યુવક અને મહિલા રોડ ઉપર પડતા ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા જયાંથી મહિલાને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી.