શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તથા કાર્યકરો દ્વારા શહેરા તાલુકાના ગ્રામ પંચાયતોમાં એનઆરજી મનરેગા યોજનામાં ચાલતી ગેરરિતીની સ્થળ તપાસ તાલુકા અધિકારી દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યુ.
શહેરા તાલુકાની દરેક ગ્રામ પંચાયતોમાં એનઆરજી મનરેગા યોજના અંતર્ગત કામોમાં મોટાપ્રમાણમાં ગેરરિતી આચરવામાં આવતી હોય છે ત્યારે મનરેગા અંતર્ગતના કામોના સ્થળની વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી સહિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા માટી-મેટલની તપાસ કરવામાં આવે. શહેરા તાલુકાના ગામોમાં ચાલતા મનરેગાના કામોમાં આચરતી ગેરરિતીના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિકો ફોનથી રજુઆત કરતા હોય છે. ટી.ડી.ઓ.દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કાર્યકરો સાથે આવેદન આપવામાં આવ્યુ હતુ.