ગોધરા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં પંખાના અભાવે હોબાળો

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે શહેર અને જિલ્લાભરના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે આંખ વિભાગમાં પણ રોજબરોજ અસંખ્ય લોકો આંખની સારવાર માટે આવતા હોય છે. હાલ સિવિલ ખાતે દર્દીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે દુર દુરથી આંખના વિભાગમાં આવતા દર્દીઓને કાળઝાળ ગરમીમાં પંખા વગર શેકાવવાનો વારો આવ્યો છે. અનેક દર્દીઓ હાથમાં પુંઠાનો પંખો બનાવીને ગરમીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આંખની તપાસ કરવામાં આવે છે ડોકટર રૂમની બહાર પણ કતારોમાં મહિલાઓ અને પુરૂષોની લાંબી કતારો લાગવા પામેલ હતી. ગરમીથી કંટાળીને દર્દીઓેએ હોબાળો મચાવ્યો હતો. અને પંખા લગાડવા માંગ કરવામાં આવી હતી.