દે.બારીઆ તાલુકાના દરેક ગામડાની ગ્રામ પંચાયત કચેરી ખાતે સરકાર તરફથી ગામડાના કોઈપણ ખેડુતોને પોતાના ગામમાં જ જમીનના ઉતારાની નકલ તેમજ અન્ય દાખલાઓ મળી રહે તે માટે કોમ્પ્યુટર ઓપરેટરની હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. પરંતુ હાલ મોટાભાગના ગામડામાં ગ્રામ પંચાયત કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર નહિ મળતા ખેડુતો અને વિધાર્થીઓ જમીનના ઉતારાની નકલો માટે ધકકા ખાઈ રહ્યા છે. જમીનના ઉતારાની નકલો ખેડુતોને પણ પાક ધિરાણ મેળવવા બહુ જરૂરી છે. અને વિધાર્થીઓને આવકના દાખલ માટે મહત્વનો પુરાવો છે. માટે જમીનની નકલો નહિ મળતા ખેડુતો અને વિધાર્થીઓની સરકારી લાભોની કામગીરી હાલ અટકી પડી છે. જમીનની નકલો નહિ મળતા આખરે તાલુકા મથકની મામલતદાર કચેરીએ વહેલી સવારથી આવવુ પડતુ હોય છે. માટે દુરના ગામડાના ખેડુતો અને વિધાર્થીઓને દે.બારીઆ ખાતે નકલો કઢાવવા માટે આવતા સમય અને ભાડાના નાણાંનો દુર્વ્યય થતો હોય ગ્રામ પંચાયતમાં તંત્ર દ્વારા ફરજીયાત વીસીઈ બેસાડી વિધાર્થીઓને અને ખેડુતો સહિત અન્ય લાભાર્થીઓને જમીનના ઉતારાની નકલો મળી રહે તેવી વ્યવસ્થા જરૂરી છે.