મનપસંદ વાહન નંબર સીરીઝ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

  • નવી સીરીઝના ટુ વ્હીલર વાહનોને લગતી નવી સિરિઝનુ ઓક્શન તા. 01 જુલાઈ થી શરૂ.
  • પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકોparivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓક્શન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

નડિયાદ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છેકે, અત્રેની કચેરીમાં ટુ- વ્હીલર (નોનટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી નવી સીરિઝ ટુ વ્હીલર જી.જે.07.ઇ.આર. (ER)નું ઓક્શન તા.01-07-2024 થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનુંર જીસ્ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.

જે માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસપર ક્લિક કરવું. ત્યારબાદ fancy numberbooking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ. ડી. બનાવવું. આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માંથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ટુવ્હીલર સીરિઝ GJ07-ER નુંઓનલાઈન ઓકશનથશે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો તા.01-07-2024, બપોરે 04:00 કલાક થી તા. 03-07-2024ને 03:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા. 03-07-2024, બપોરે 04:00 કલાક થી 05-07-2024, બપોર 04:00 કલાક મુજબ રહેશે.

વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજીયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે 60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પધ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.