નડિયાદ, સરકારની પીએમજેવાય યોજના અંતર્ગત પીએમજેવાય કાર્ડ ધારક લાભાર્થીઓને વિવિધ ગંભીર રોગ અને વિવિધ ઓપરેશનો પેટે રૂ. 5 લાખ સુધીની મર્યાદામા સરકાર દ્વારા વિનામુલ્યે સારવાર પુરી પાડવામા આવે છે.
જે અન્વયે જનરલ હોસ્પીટલ નડીઆદ ખાતે પીએમજેવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને આંખ વિભાગમા વેલ, હાડકા વિભાગમા ધુંટણ રીપ્લેસમેન્ટ, હીપ રીપ્લેસમેન્ટ, સાંધા બદલવા, કરોડરજ્જુની સર્જરી તથા હાડકાના તમામ ઓપરેશન તેમજ જનરલ સર્જરીમાં આવતી તમામ સર્જરી, સ્ત્રી રોગ વિભાગમા સીઝેરીયન, ડીલીવરી, ગર્ભાશયની કોથળી, ગર્ભાશયની ગાંઠ જેવા ઓપરેશનો વિનામુલ્યે કરવામા આવે છે. જેનો જાહેર જનતાએ લાભ લેવા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, જનરલ હોસ્પીટલ નડિયાદ દ્વારા જણાવાયુ છે.