યુપી ચુંટણીના ઉમેદવાર બે ટ્રક ભરી મરધા લાવ્યા અને મતદારોને મફતમાં આપી દીધા

  • પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચુંટણી પંચે જાહેરનામુ જારી કર્યું નથી આથી આ મામલો આદર્શ આચર સંહિતાનો ભંગનો બની શકે તેમ નથી.

શામલી,

ઉત્તરપ્રદેશમાં યોજાનાર આગામી નગર નિગમ ચુંટણીના એક ઉમેદવારે મતદારોને લલચાવવા માટે બે ટ્રક ચિકન વિતરીત કર્યું હતું મોહમ્મદ ઇસ્લામ એક પૂર્વ નગરપાલિકાના અધ્યક્ષ છે. તેમણે ઓપચારિક રીતે ચુંટણીની જાહેરાત પહેલા જ આમ કર્યું ઘટનાની વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ મામલો શામલીના એક કાંધલા ગામનો છે વાયરલ વીડિયોમાં સેંકડો લોકોને જીવતા મરધાથી લદાયેલ એક ટ્રક તરફ ભાગતા જોઇ શકાય છે લોકો ઘરે પરત ફરતા રહેલા વધુમાં વધુ મરધા પકડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યાં છે.પહેલી ટ્રકને તાકિદે ખાલી કરી નાખવામાં આવી અને ખુબ લોકોનું ઝુંડ આવવા પર ઉમેદવારોએ બાકીના લોકોને એક લાઇનમાં ઉભા કરી દીધા અને બીજી ટ્રેકમાં મરધા લઇને આવ્યા અને મરધાને એક વ્યવસ્થિત રીતે વિતરિત કરવામાં આવ્યા.

જો કે ઇસ્લામે એ વાતનો ઇન્કાર કર્યો કે તે મતદારોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને કહ્યું કે આ લોકોએ મને ૨૦૧૨-૧૭ દરમિયાન અધ્યક્ષ બનાવ્યો હતો આ તેમનો આભાર માનવાનો વિનમ્ર પધતિ છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચુંટણી પંચે જાહેરનામુ જારી કર્યું નથી આથી આ મામલો આદર્શ આચર સંહિતાનો ભંગનો બની શકે તેમ નથી.

જો કે શામલીના એસપી અભિષેકે સ્થાનિક પોલીસને મામલાની તપાસ કરી અને તે અનુસાર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.બાદમાં કાંધલા પોલીસ સ્ટેશનના એસએચઓ શ્યામવીર સિંહે કહ્યું કે પોલીસે તેમની વિરૂધ પોલીસ અધિનિયમની કલમ ૩૪ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આ કલમ હેઠળ કોઇ મામલો દાખલ કરવામાં આવતો નથી અને અપરાધીની વિરૂધ ફકત ચાલાન જારી કરી શકાય છે.

મોહમ્મદ ઇસ્લામ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી અધ્યક્ષ રહી ચુકયા છે અને આ વખતે પણ પોતાની દાવેદારી રજુ કરી રહ્યાં છે.તેમણે એક ટ્રક ભરી મરધા મોકલ્યા જેને જોઇ લોકો લાઇનમાં લાગી ગયા હતાં લગભગ એક કલાક સુધી મરધા વિતરીત કરવામાં આવ્યા હતાં જે લોકો લાઇનમાં હતાં અને તેમને મરધા ન મળ્યા તે લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આગામી વખતે તેમને પણ મરધા આપવામાં આવશે