
ગોધરા,10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંચમહાલ જીલ્લામાં જીલ્લા કલેકટર આશિષ કુમારની રાહબરી હેઠળ જીલ્લા અને તાલુકા તથા આઇકોનિક સ્થળ પાવાગઢ સાથે સાથે શાળા કોલજમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી.
ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં મહિલાઓએ અનોખી રીતે સ્વિમિંગ પૂલની અંદર યોગ કર્યા હતા. વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રુપે 40 થી વધુ મહિલાઓએ આ યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો અને પાણીમાં યોગના કરતબો દેખાડી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. આ યોગ જોઈ લોકો પણ અભિભૂત બન્યા હતા. પાણીમાં યોગ કરવાથી શરીર માટે અનેક ફાયદાઓ થાય છે. આ તકે જીલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા, ઝોન કોર્ડીનેટર પિન્કીબેન, યોગ કોચ તેજલ પંચાલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર સોનલબેન, સિનિયર યોગ કોચ સોનલબેન સાથે યોગ ટ્રેનર અને યોગ ગૃપના તમામ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.