આઇટીબીપીના જવાનોથી લઇને સ્કૂલના બાળકો, નેતાઓ,અભિનેતાઓ યોગ કરતા નજરે પડ્યાં

વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે જમ્મુ કાશ્મીરમાં યોગ દિવસની ઉજવણી કરી હતીય આ વર્ષે યોગા દિવસની થીમ – ’સ્વ અને સમાજ માટે યોગ’. હતી દેશમાં વિવિધ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

યોગા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે અને વિશ્વભરમાં વિશ્વ યોગા દિવસ ઉજવણી કરવામાં આવી હતી આજે નેતાઓથી લઈને જવાનો, સામાન્ય જનતા, ફિલ્મો કલાકારો જેવા ઘણા લોકો યોગા દિવસની ઉજવણી કરી છે.

ગુજરાતમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને બીએસએફના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત દિગ્ગજોએ નડાબેટ ખાતે યોગ કર્યા હતાં

લદ્દાખમાં કડકડતી ઠંડી વચ્ચે ભારતીય સેનાના જવાનોએ યોગ કર્યા હતાં,ઉત્તરીય સરહદ પર હિમ પર્વતો વચ્ચે ભારતીય સૈન્યના જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરમાં આરએસ પુરા સેક્ટરમાં BSF ના અધિકારીઓ સહિત જવાનોએ કર્યા યોગ યોગ દિવસ પર બાબા રામદેવે યોગ કરાવ્યા જેમાં વિદ્યાર્થીઓથી લઇને હજારો લોકો કાર્યક્રમમાં સહભાગી થયા હતાં ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આઇટીબીપીના જવાનોએ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગા કર્યા. ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં ૧૫,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈએ યોગા કરવામાં આવ્યા હતાં,જવાનોએ લેહના કરઝોક ખાતે યોગા કર્યા.

વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં આપણા નેતાઓએ પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ નવી દિલ્હીમાં ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતા જોવા મળ્યા હતા, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા,લોક્સભા અધ્યક્ષ ઓમ બિરલા,કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ યોગ કર્યા હતાં.જયારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મથુરામાં યોગા કર્યા હતાં ઇએએમ ડૉ એસ જયશંકર અને અન્ય રાજદ્વારીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દિલ્હીમાં યોગા કર્યા હતાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંજાબના અમૃતસરના જેસીપી અટારી બોર્ડર ખાતે સીમા સુરક્ષા દળના જવાનોએ શૂન્ય લાઇન પર યોગા કર્યા હતાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સનરાઈઝ કમાન્ડ દ્વારા પૂર્વીય દરિયા કિનારા પર દરિયામાં, દરિયાકિનારાઓ અને નેવલ સ્ટેશનો પર યોગા કરવામાં આવ્યા હતાં બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, વિજય સિંહા અને બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અભિનેતા જેકી શ્રોફ,અભિનેતા અનુપમ ખેરે મુંબઈમાં યોગા કર્યા હતાં આ ઉપરાંત અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ યોગા કર્યા હતાં.