પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અમરિંદર સિંહ રાજા વાડિંગે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પર મોટું નિવેદન આપ્યું છે. વાડિંગે કહ્યું કે પાર્ટીએ આપ સાથે ગઠબંધન કરવાને બદલે એકલા હાથે લોક્સભા ચૂંટણી લડવી જોઈતી હતી. તો કોંગ્રેસે સોનો આંકડો પાર કર્યો હોત. દિલ્હીમાં આપની ૧૦ વર્ષની એન્ટી ઇક્ધમ્બન્સીની કિંમત કોંગ્રેસે ચૂકવવી પડી છે. દિલ્હીના લોકો ઈચ્છા છતાં કોંગ્રેસને વોટ આપી શક્યા નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીન્દર સિંહ રાજા વીરકલનના ઘરે પહોંચેલા રાજા વાડિંગે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે નીટ પરીક્ષા લીક કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. સીબીઆઈ પાસેથી ન્યાયની કોઈ આશા નથી. મણિપુર હિંસા કેસમાં સીબીઆઈ ન્યાય અપાવી શકી નથી. નીટ પેપર લીક થયા બાદ હજારો વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા છે અને વડાપ્રધાન મૌન છે. કોંગ્રેસની ટોચની નેતાગીરી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ તપાસની માંગ કરી છે.
પાકની એમએસપી વધારવાના કેન્દ્રના નિર્ણય પર રાજા વાડિંગે કહ્યું કે ખેડૂતોને તેના માટે કાનૂની ગેરંટી આપવી જોઈએ. કાગળ પર એમએસપી ફિક્સ કરવાથી કંઈ થશે નહીં. પંજાબ સરકારે મગ પર એમએસપી પણ નક્કી કરી હતી, પરંતુ ૧૧ ટકા મગ એમએસપી પર ખરીદવામાં આવ્યો હતો અને બાકીનો પાક ખેડૂતોને અડધા ભાવે વેચવો પડ્યો હતો.
રાજા વાડિંગે કહ્યું કે પંજાબ સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે અને તેનું પ્રદર્શન શૂન્ય રહ્યું છે. એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું કે સંગરુરમાં પાર્ટીની કેટલીક નબળાઈઓ છે. આ અંગે વિચારણા કરીને પક્ષ નક્કર નિર્ણય લેશે. તેમણે દાવો કર્યો કે પંજાબની આશા કોંગ્રેસ પર ટકેલી છે અને કોંગ્રેસ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તેમની સાથે રાજીન્દરસિંહ રાજા વીરકલન, પૂર્વ સરપંચ જગદેવસિંહ જગ્ગા, રિમ્પલ ધાલીવાલ, મણિ બડાચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.