સરકાર ટેક્સના દરમાં ઘટાડો કરી શકે છે, ૧૫ લાખ રૂપિયા સુધીની આવક પર રાહતના સંકેત

એનડીએ સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ટેક્સના દરમાં ઘટાડો કરીને રાહતની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર વપરાશ વધારવા માંગે છે અને આ માટે તે ટેક્સના દરમાં ઘટાડો કરવા વિચારી રહી છે જેથી લોકોને ખર્ચ કરવા માટે વધુ પૈસા મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. જુલાઈમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ ૨૦૨૫ ના નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પર્સનલ ટેક્સમાં ઘટાડાથી અર્થવ્યવસ્થામાં વપરાશ વધશે અને મયમ વર્ગના પૈસાની પણ બચત થશે. રિપોર્ટ અનુસાર, વાષક ૧૫ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ટેક્સમાં થોડી રાહત મળી શકે છે. આ રાહત કેટલી હશે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. તે જ સમયે, ૧૦ લાખ રૂપિયા સુધીની વાષક આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાના દર ઘટાડવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતનો જીડીપી ૮.૨ ટકાના દરે વૃદ્ધિ પામશે. જો કે, વપરાશની ગતિ તેનાથી અડધી જ રહી છે. સરકારની રચના બાદ સરકાર વપરાશ વધારવા પર ભાર આપી રહી છે, વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ મયમ વર્ગની બચત વધારવા અને લોકોનું જીવનધોરણ સુધારવા માટે પગલાં લેશે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્સ સિસ્ટમમાં પણ ફેરફારની શક્યતાઓ છે.

એક મીડિયા રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર મયમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબને લઈને બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટેક્સ છૂટની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે હાલમાં આ રાહત ફક્ત તે કરદાતાઓને જ મળશે જેમણે નવી કર વ્યવસ્થા અપનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ પસાર થયા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.