જૂનાગઢમાં આપઘાત મામલે ૬ લોકો સામે ફરિયાદ કરવામાં આવી. મૃતકની માતા દ્વારા પત્ની, સાસુ-સસરા સહિત ૬ શખ્સો સામે ફરિયાદ કરી. પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર મૃતકની પત્ની પિયર રિસામણે ચાલી જતા પતિથી પત્નીનો વિયોગ સહન ના થયો અને સુસાઈડ નોટ લખી આપઘાત જેવું અંતિમ પગલું લીધું. આ મામલે હવે મૃતકની માતાએ તેના પુત્રને આપઘાત કરવા મજબૂર કરવા બદલ મૃતકની પત્ની અને સાસુ-સસરા સહિત ૬ લોકો સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
મૃતકની માતાનું કહેવું છે કે તેમના પુત્રને તેના સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. કોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા તેમની પુત્રવધુ પિયર જતી રહી હતી. તેમના પુત્રે તેની પાછી લાવવા ઘણા પ્રયાસ કર્યા. પરંતુ તેના સાસરિયા કે તેમની પુત્રવધુ જરાય માન્યા નહી. વધુમાં તેઓ ધમકી આપતા કે તેની પત્નીનું કહ્યું નહી માને તો અમે તેને કલકત્તાના ડાન્સબારમાં મોકલી દઈશું. રીસામણે ચાલી ગયેલ પત્ની પાછી ના આવતા પતિથી તેનો વિયોગ સહન ના થતા આપઘાત કર્યો. મૃતકની માતાએ આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ તેમની પુત્રવધુ અને તેના પિયરિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.