અમદાવાદમાં એક હોટલના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું. નિકોલ વિસ્તારમાં આવેલ દેવી હોટલમાં એક ગ્રાહકના ઢોંસાના સ્વાદ બગડયો. ગ્રાહકને ખાવાનો ઓર્ડર મંગાવ્યો અને કડવો અનુભવ થયો. ગ્રાહકે ઢોંસાના ઓર્ડર આપ્યો હતો તેના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું. આ મામલે દુકાનદારને ફરિયાદ ના સાંભળતા આરોગ્ય વિભાગના બારણાં ખટખટાવ્યા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના નિકોલ વિસ્તારમાં દેવી હોટલમાં એક ગ્રાહક પોતાની મનપસંદ સાઉથ ઇન્ડિયન ડિશનો ઓર્ડર કરે છે. ગ્રાહક ઢોંસાનો ઓર્ડર કરે છે પરંતુ તેની ખાવાની ઇચ્છા મરી જાય છે જ્યારે તેને પીરસવામાં આવેલ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળે છે. જેના બાદ ગ્રાહક આ મામલે દુકાનદારને ફરીયાદ કરે છે અને કહે છે કે તમે ઊંચા ભાવ લો છો પરંતુ તે મુજબની સવસ આપતા નથી. તે કહે છે કે હું પૈસા આપીશ નહી. પરંતુ હોટલ સંચાલકો તેની વાત સાંભળતા નથી અને ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબના પૈસા લઈ લે છે. દુકાનદારના આવા વર્તનથી ગ્રાહક રોષે ભરાય છે અને હેલ્થ વિભાગમાં દેવી હોટલના સંચોલકો વિરુદ્ધ ફરિયાદ કરે છે.
આજકાલ ઘરની બહાર મળતા ભોજનમાં ગુણવત્તાને લઈને ફરિયાદો વધી છે. ઊંચા ભાવ ઉઘરાવતી દુકાનોની હલકી ગુણવતાનો ખોરાક આપી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં વેફરમાંથી દેડકો, ઓર્ડર કરેલ બોક્સમાંથી ઉંદર, સેવખમણી અને ખમણમાં જીવાત, પીઝામાંથી કંસારી અને આઈસક્રીમમાંથી આંગળી નીકળવા જેવી ઘટનાઓ વધી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનો ક્રેઝ વયો છે ત્યારે આવા કિસ્સાઓ લોકો માટે ચેતવણી સમાન છે.