રાષ્ટ્રપતિ બિડેનના ચૂંટણી અભિયાન માટે ૪૦ મિલિયન ડોલરથી વધુ એકત્રિત કર્યા

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ રેસમાં જોરદાર ટક્કર છે. બંને એકબીજા પર આરોપ લગાવવાની કોઈ તક છોડતા નથી. દરમિયાન, જો બિડેનની પુન:ચૂંટણી ઝુંબેશ છેલ્લા બે અઠવાડિયામાં ૪૦ મિલિયનથી વધુ એકત્ર કરી ચૂકી છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ડેપ્યુટી નેશનલ ફાઈનાન્સ પ્રેસિડેન્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે આમાં બે દરિયાકિનારા પર પૈસા એકત્રિત કરવા માટે રાખવામાં આવેલા માત્ર બે લોકોએ (ફંડરેઝર) ત્રણ કરોડ ડોલરની રકમ એકઠી કરી છે. લોસ એન્જલસમાં ભંડોળ ઊભુ કરવાના બે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને જ્યોર્જ ક્લુની અને જુલિયા રોબર્ટ્સ જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સિવાય વર્જીનિયાના પૂર્વ ગવર્નર ટેરી મેકઓલિફના ઘરે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ડેપ્યુટી નેશનલ ફાઇનાન્સ પ્રેસિડેન્ટ અજય ભુટોરિયાએ જણાવ્યું હતું કે, ’અમારું અભિયાન ભંડોળ એકત્ર કરવામાં મજબૂત ગતિ બતાવી રહ્યું છે. અમે આ મહિને ટીવી જાહેરાતો દ્વારા પાંચ કરોડ ડોલર એકત્ર કર્યા છે. ત્રણ દિવસ પહેલા, બિડેને સેલિબ્રિટીઝ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મળીને લોસ એન્જલસમાં ઇં૩૦ મિલિયનનું ફંડ એકત્ર કર્યું હતું. છેલ્લા બે સપ્તાહમાં જ ચાર કરોડથી વધુ ડોલર એકત્ર કર્યા છે.

ડેમોક્રેટ્સ તરીકે, અમે અમારા લોક્તાંત્રિક મૂલ્યોની રક્ષા કરવા અને અમારા દેશે જે પ્રગતિ પ્રાપ્ત કરી છે તેના પર નિર્માણ કરવાની અમારી પ્રેરણામાં એક છીએ, તેમણે કહ્યું. આગામી ૨૦૨૪ ની ચૂંટણીઓ એક સખત પસંદગી રજૂ કરે છે  આપણી લોકશાહીની રક્ષા કરો અથવા ફાસીવાદી  ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરો. આ ચૂંટણી માત્ર રાજકીય નથી, તે આપણા રાષ્ટ્રના ભવિષ્ય માટે નિર્ણાયક ક્ષણ છે.

આ મુલાકાતમાં ભારતીય-અમેરિકન સમુદાયની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્તા, ભૂટોરિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન માટે તેમનું મજબૂત સમર્થન યુદ્ધના મેદાનના ઘણા રાજ્યોમાં વિજયનો તફાવત હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોની ભાગીદારી અને પ્રતિબદ્ધતા સમાવેશીતા, આથક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપતી નીતિઓના ચાલુ રાખવાની ખાતરી કરી શકે છે.

ભુટોરિયાએ કહ્યું, ’લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન, બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ રેલી કાઢી હતી, આ કાર્યક્રમમાં જ્યોર્જ ક્લુની, જુલિયા રોબર્ટ્સ અને બાર્બ્રા સ્ટ્રીસેન્ડ જેવી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી, જેઓ આ ઐતિહાસિક સાંજનો ભાગ બનવા માટે સંમત થયા હતા. યોગદાન ઇં૨૫૦ થી ૫૦૦,૦૦૦ સુધીનું હતું.

Don`t copy text!