ભારતની સુંદરી ઝરા શતાવરી દુનિયાની પહેલી એઆઇ બ્યુટી સ્પર્ધામાં ભાગ લેશે

ઝરા શતાવરી એક એઆઇ જનરેટેડ મોડલ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. હકીક્તમાં વિશ્ર્વની પહેલી છૈં મૉડલ્સની સૌંદર્ય સ્પર્ધા થઈ રહી છે. આ સ્પર્ધા બ્રિટનની ફેનવ્યુ કંપની વર્લ્ડ એઆઇ ક્રિએટર એવોર્ડ્સના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી રહી છે. જેમાં ભારતનું છૈં મોડલ ટોપ-૧૦માં સામેલ થયું છે. ફેનવ્યુ દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ સ્પર્ધાએ સૌંદર્ય, ટેકનોલોજી અને સામાજિક પ્રભાવના મિશ્રણનું પ્રદર્શન કરીને વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.

ઝરા શતાવરીને એક ભારતીય મોબાઈલ એડવર્ટાઈઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને તેમાં અદ્યતન ટેકનોલોજી અને સાંસ્કૃતિક પ્રામાણિક્તાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઝારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રભાવક છે. તેનું એક સોશિયલ મીડિયા પેજ પણ છે, જ્યાં તે સ્વાસ્થ્ય અને ફેશનને લગતી ટિપ્સ આપતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૮ હજારથી વધુ ફોલોઅર્સ છે.

માહિતી અનુસાર કુલ રોકડ પુરસ્કાર ૨૦,૦૦૦ એટલે કે ભારતીય રુપિયા પ્રમાણે ૧૬ લાખ કરતાં વધુ છે. મિસ એઆઇ બનનારી મોડલને ૧૦.૮૪ લાખ રૂપિયા તેમજ તેને બનાવનાર ક્રિએટરને જનસંપર્ક માટે ૪.૧૭ લાખ રૂપિયા આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ૨ એઆઇ ન્યાયાધીશો ઉપરાંત પીઆર સલાહકાર એર્ન્ડ્યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન-ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે. સ્પર્ધાના પહેલા તબક્કામાં ૧૫૦૦ પ્રતિભાગીઓમાંથી ટોચના ૧૦ એઆઇ મોડલની પસંદગી કરવામાં આવી છે. હવે તેમાથી પ્રથમ ૩ સ્થાન મેળવનાર મોડલને ઈનામ આપવામાં આવશે.