રીમી સેન સાથે તેના જ મિત્રએ ૪ કરોડ કરતા પણ વધુની છેતરપિંડી કરી

ગોલમાલ, ફીર હેરા ફેરી અને કયું કી જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રીમી સેન હવે લાંબા સમય બાદ ફરી ચર્ચામાં આવી છે. અભિનેત્રી રીમી સેન બે વર્ષ પહેલા છેતરપિંડીનો શિકાર બની હતી. રીમીને તેના મિત્રએ જ ઠગી હતી, તેની સાથે ૪.૧૪ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. હવે આ મામલો ઝ્રૈંડ્ઢ સુધી પહોંચ્યો છે, ચાલો શું છે સમગ્ર કિસ્સો

સમગ્ર ઘટનાની શરૂઆત આજથી લગભગ ૩ થી ૪ વર્ષ પહેલા જ થઈ હતી.રીમી સેન જિમમાં એક યુવકને મળી હતી. સમય જતાં બને વચ્ચે મિત્રતા થઈ હતી. બને વચ્ચે એ હદે મિત્રતા થઈ ગઈ હતી કે, તે યુવક હવે રિમી સેનના ઘરે પણ અવર-જવર કરવા લાગ્યો હતો. આમ કરીને ધીરે ધીરે તે યુવકે અભિનેત્રીને પોતાની જાળમાં ફસાવી હતી. હવે રીમી સેનને આ યુવકે રોકાણનો પ્લાન સંભળાવ્યો અને દાવો કર્યો કે જો તે આ પ્લાનમાં પૈસા રોકશે તો તેને એટલો નફો થશે કે તે તેને લગભગ ૩૦ થી ૪૦ ટકા વ્યાજ સાથે પૈસા પરત કરશે.

મળતી માહિતી અનુસાર, રીમી સેને આ વ્યક્તિને ૨૦૧૯ થી ૨૦૨૦ સુધી બિઝનેસ માટે ૪.૪૦ કરોડ રૂપિયા આપ્યા હતા. થોડો સમય પસાર થયા પછી જ્યારે અભિનેત્રીએ તેના પૈસા પાછા માંગ્યા તો તેના મિત્રએ વિરોધ કરવાનું શરૂ કર્યું. રીમીના કોલ લેવાનું પણ બંધ કરી દીધું.

હવે આ કિસ્સા વિશે નવી માહિતી હાલ સામે આવી છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ બાબત વિશે વાત કરતી વખતે રિમીએ કહ્યું કે તેણે લગભગ દોઢ વર્ષ પહેલા ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રિમીએ એ પણ જણાવ્યું કે થોડા સમય પહેલા તેને સીઆઇડી યુનિટ ૯ તરફથી પણ કોલ આવ્યો હતો. હવે અભિનેત્રીનો કેસ સીઆઇડીને સોંપવામાં આવ્યો છે. રિમી સેનને હવે આશા છે કે તેને હવે ન્યાય મળશે.