નવાઝુદ્દીન સિદ્દીકી નાની ફિલ્મોને સપોર્ટ કરવા માગે છે, પરંતુ પ્રોડ્યુસર્સ આવી સરળ ફિલ્મોને સપોર્ટ કરવાની ચોખ્ખી ના પાડે છે. નવાઝુદ્દીનનું કહેવું છે કે આપણા દેશમાં ટૅલન્ટની કોઈ ઊણપ નથી. તાજેતરમાં કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં દેશની નાની ફિલ્મોએ ખૂબ મોટી પ્રસિદ્ધિ મેળવી છે. નાની ફિલ્મોને ફિલ્મમેર્ક્સ સપોર્ટ નથી કરતા એ વિશે નવાઝુદ્દીન કહે છે, ’આપણા દેશની મોટી વિડંબના છે કે એકાદ પ્રોડ્યુસર પણ નાની ફિલ્મોને સપોર્ટ કરવા માટે તૈયાર નથી.
એવા અનેક ફિલ્મમેર્ક્સ છે જે ગ્રેટ કામ કરવા માટે સક્ષમ છે, પરંતુ તેમને કદી પણ સપોર્ટ નથી મળતો. આપણો દેશ બનાવટી સિનેમાની પાછળ દોટ લગાવે છે. આપણે એવું દેખાડીએ છીએ કે લોકો શિપ્સ અને પ્લેન્સને ઉડાવે છે. બાળકોને એમાંથી મનોરંજન મળે છે.
નાના ફિલ્મમેર્ક્સ મારી પાસે આવે છે અને મારાથી બનતી બધી મદદ હું તેમને કરું છું. આ ફિલ્મો પર કોઈ ઇન્વેસ્ટ કરવા નથી માગતું. મને પૂરી ખાતરી છે કે જો આવી ફિલ્મો બને તો આખા વિશ્ર્વમાં એની પ્રશંસા થાય. જોકે પ્રોડ્યુસર્સ કહે છે કે એમાં ફાઇટ નથી, ડ્રામા નથી કે ગીતો પણ નથી. મારી પાસે કેટલીક નાની અને સ્વીટ સ્ટોરીઝ આવી છે. હું તેમને કહું છું કે મારે પણ આવી ફિલ્મોમાં કામ કરવું છે, પરંતુ હું કાંઈ નથી કરી શક્તો.’