અહમદનગરથી ચૂંટણી હારી ગયેલા બીજેપી ઉમેદવારે ઈવીએમ માઇક્રોકન્ટ્રોલર વેરિફિકેશનની માગણી કરી

લોક્સભા ચૂંટણીમાં અહમદનગર લોક્સભા સીટ પરથી હારી ગયેલા બીજેપી ઉમેદવાર સુજય વિખે પાટીલે જિલ્લા કલેક્ટર પાસે ઈવીએમ માઇક્રોકંટ્રોલરની ચકાસણીની માંગ કરી છે. અહમદનગર કલેકટરે સુજયની ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી છે. સુજય વિખેએ કુલ ૪૦ ઈવીએમની ચકાસણીની માંગ કરી છે. અહેમદનગરથી એનસીપી એસપીના ઉમેદવાર નિલેશ લંકે જીત્યા છે. આ ચૂંટણીમાં સુજય વિખે પાટીલને ૫,૯૫,૮૬૮ વોટ મળ્યા જ્યારે નિલેશ લંકેને ૬,૨૪,૭૯૭ વોટ મળ્યા.

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર ચૂંટણીમાં બીજા કે ત્રીજા ક્રમે ઊભેલા ઉમેદવાર ઈવીએમ માઇક્રોકન્ટ્રોલરના ટેસ્ટિંગની માંગ કરી શકે છે. જે ઉમેદવારે વેરિફિકેશન પિટિશન દાખલ કરી છે તેણે દર્શાવવું પડશે કે તે કયા મતદાન મથકના ઈફસ્ની ચકાસણી કરવા માંગે છે. તે ઈફસ્ નો સીરીયલ નંબર શું છે?

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવાર ચૂંટણી પરિણામોના ૭ દિવસની અંદર ઈફસ્ માઇક્રોકન્ટ્રોલરની ચકાસણીની માંગ કરી શકે છે. આ માટે તેણે ફી પણ ચૂકવવી પડશે. ઈવીએમ બનાવતી પેઢીના એન્જિનિયરો આ ટેસ્ટ કરે છે. તપાસ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ઈવીએમમાં ટેમ્પર કરવામાં આવ્યું છે કે કેમ કે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ચકાસણી પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારો હાજર રહી શકશે. હાલ તેની ફરિયાદ રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવી છે.