દે.બારીયા, દે.બારીયા નગર પાલિકા હસ્તક પાણી પુરવઠાનું સંચાલન થાય છે. શહેરમાં પાણી પુરવઠો પુષ્કળ છે.તેમજ પાણીના સંંગ્રહ કરવા માટે શહેરના ચાર દિશામાં ચાર ટાંકીઓ પણ કાર્યરત છે. જેમાં ભે દરવાજા પાસેના ડુંગર ઉપર પાણીનો સંંગ્રહ વોટર્સવર્ક પરથી પાણીનો સંગ્રહ કરીને પછી પાસેના જુદા જુદા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવામાંં આવે છે. પાણીની કમી કે અછત પ નથી તો પછી પ્રેશરથી કેમ પાણી 35.40 ધરોમાં મળતું નથી તને પશ્ર્ન છે.
મળતી માહિતી અનુસાર જે ભે દરવાજા વિસ્તારમાં દરગાહ સામેના 35 થી 40 ધરોમાંં આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. જે પાણીનું પ્રેશરથી મળતું નથી. જેનો મુખ્ય કારણ આ છે વાલ્વ મેન પાણીનો વાલ્વ બે વિસ્તારના ખોલતો હોવાના કારણે પુરા પ્રેશરથી પાણી પુરવઠો મળતો નથી. આ અંગે એક સપ્તાહ પહેલા રજુઆત કરાઈ હતી. તો ચાર-પાંચ દિવસ પુછતા પ્રેશર મળતો હતો. ફરી વાલ્વ મેનની આડોડાઈના કારણે આ દરગાહ સામેના ધરોમાં ફરીવાર પુરતા પ્રેશરથી મળતું નથી. જેથી લાગતા વળગતા પુરવઠા વિભાગ પાણી શાખાના પદના અધિકારીઓ આ વાલ્વ મેનને કડકમાં કડક સુચના આપે અને સમયનો બચાવના કરે અને અલગ અલગ વિસ્તારમાં અલાયદો વાલ્વ ખોલવામાંં આવે તેવા આદેશ આપશે ખરાં તે આવનારો સમય બતાવશે.