દાહોદ જીલ્લાના 3,52,201 બાળકોને 23 જુન રવિવારના રોજ પોલિયો વિરોધી રસી અપાશે

  • 1409 રસીકરણ બૂથ, 2818 રસીકરણ ટીમો, 10 મોબાઇલ ટીમ તથા 73 ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જા

દાહોદ: સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. 0થી05 વર્ષના બાળકોને પોલીયો ટીપા પીવડાવી સુરક્ષિત રાખવાનું ઉમદા કાર્ય 23 જૂનના રોજ, પોલિયો દિવસ નિમિત્તે દાહોદ જીલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.

પોલિયોનો કોઈ ઈલાજ નથી. દાહોદ જીલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે 3,52,201 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અંગે દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જીલ્લાના પાંચ વર્ષથી નીચેના 3,52,201 બાળકોને રસી આપવા માટે 1409 રસીકરણ બૂથ તેમજ 2818 રસીકરણ ટીમો, બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા,આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે.

રસીકરણ એ પોલીયોનાબુદીમાટેનોશ્રેષ્ઠ માર્ગ છે. તેઅંગેના તમામ આયોજનના અસરકારક અમલ માટે 282 સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે 10 મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 73 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે. જેના મારફતે 23 જુન રવિવારના રોજ પોલીયો બૂથ પર ટીપા પીવડાવવામાં આવશે તથા કોઈ બાળક રહી જાય તે માટે 24 અને 25 જુનનારોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને બાળક રસીકરણથી વંચિતનથી તેની ખાત્રી કરવામાં આવશે.જોપોલીયો રસીકરણમાં કોઈબાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે.