ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા ઓફસાઈટ મોકડ્રિલ કરવા અંગે જીલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ

ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા ઓફસાઈટ મોકડ્રિલ કરવા અંગે જીલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ
  • ગેલની ટીમ દ્વારા દાહોદમાં ગેસ લાઈન લીકેજ થવાની ઘટના અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાશે.

દાહોદ,દાહોદ જીલ્લામાં ગેસ પાઇપ લાઈનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગેલ ઇન્ડિયા લી. ઝાબુઆની ટીમ દ્વારા ઓફસાઈટ મોકડ્રિલ કરવા અંગે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી.

ગેલ ટીમ દ્વારા પીપીટી રજૂ કરીને સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતીમોકડ્રિલ ત્રણ લેવલની હોય છે. જેમાં ત્રીજા લેવલની મોકડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેસ્ક્યુ ટીમની જરૂર રહેતી હોય છે. દાહોદ નગર પાલિકા, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જીલ્લાપોલીસ, આરોગ્ય ટીમ, ફાયર વિભાગ સહિતના અન્ય સંબંધિત અધિકારીઓના સંકલન વડે તેમજ આયોજન બદ્ધ ઓફ સાઈટ મોકડ્રિલ યોજવામાં આવશે. ગેલ ઇન્ડિયાની દાહોદથી પસાર થતી દૂધમલ થી બડબારાની ગેસ લાઈનને ધ્યાને રાખી મોકડ્રિલ યોજાશે.

આ મોકડ્રિલ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, સંબંધિત અધિકારીઓ તેમજ ઝાબુઆથી આવેલ ગેલની ટીમ ઉપસ્થિત રહી હતી.