તમિલનાડુમાં લઠ્ઠાકાંડ ! ઝેરી દારૂ પીવાથી ૩૪થી વધુ લોકોના મોત, અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • જપ્ત કરાયેલા ૨૦૦ લીટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં ઘાતક ’મેથનોલ’ હતો.

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી ૩૪થી વધુ લોકોના મોત થયા છે અને ૬૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર એમએસ પ્રશાંતે પુષ્ટિ કરી છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળના પીડિતો સાથે મુલાકાત કરી. આ મામલે ૪૯ વર્ષના (ગેરકાયદે દારૂ વેચનારા) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરાઈ છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા ૨૦૦ લીટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં ઘાતક ’મેથનોલ’ હતો.

મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અનેક લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સ્ટાલિને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે કલ્લાકુરિચીમાં ભેળસેળીયા દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ અને દુખી છું. આ મામલે સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે જો જનતા આવા અપરાધોમાં સામેલ લોકો વિશે જાણકારી આપે તો તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરનારા આવા અપરાધોને કડકાઈથી દબાવવામાં આવશે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઘટનાની સંપૂર્ણ તપાસ માટે સીબી સીઆઇડી તપાસના આદેશ આપ્યા છે. સરકારે ઘટના બાદ કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરી દીધી છે. જ્યારે પોલીસ અધિક્ષક સમય સિંહ મીનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અન્ય નવ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કલ્લાકુરિચી જિલ્લાની પ્રોહિબિશન શાખાના લોકોનો પણ સમાવેશ થાય છે.

સ્ટાલિને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઇ.વી. વેલુ અને એમ.એ. સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા હતા. એમએસ પ્રશાંત અને રજત ચતુર્વેદીની અનુક્રમે કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને પીડિતોના જલદી સ્વસ્થ થવાની કામના પણ કરી છે .કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમ.એસ. પ્રશાંત જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા.

કલ્લાકુરિચીમા મૃતકોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૩૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું કે મંગળવારે રાતે કલ્લાકુરુચિ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ડઝન જેટલા લોકોએ કરુણાપુરમમાં ગેરકાયદેસર દારૂ પીધો હતો. ઘરે પહોંચ્યા બાદ તેમાંથી મોટાભાગના લોકોને ચક્કર, માથાનો દુખાવો, ઉલ્ટી, જીવ ડોહળાવવો, પેટમાં દુખાવો, અને આંખોમાં બળતરાની ફરિયાદ હતી. તેમના પરિવારના સભ્યો તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલ અને કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં અનેક લોકોના મોત નિપજ્યા. અધિકારીઓએ કહ્યું છે કે દવાઓ વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને સાલેમથી લાવવામાં આવી છે.\

લ્લાકુરિચી હોસ્પિટલમાં ડોક્ટરોની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે.કલ્લાકુરિચી હોસ્પિટલમાં ડોક્ટરોની વિશેષ ટીમ બોલાવવામાં આવી૨૦થી વધુ લોકોને કલ્લાકુરિચી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૮ લોકોને પુડુચેરી જેઆઇપીએમઇઆર અને ૬ લોકોને સાલેમ રિફર કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને સાલેમથી દવાઓ મંગાવવામાં આવી છે. . આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે.એઆઇએડીએમકેએ ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.

વિપક્ષના નેતા ઈડાપ્પડી કે પલાનીસ્વામીએ કહ્યું કે ઝેરી દારૂ પીધા બાદ લગભગ ૪૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડીએમકે સરકાર સત્તામાં આવી ત્યારથી નકલી દારૂના સેવનથી મૃત્યુનો સિલસિલો ચાલુ છે. હું રાજ્યની વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવી રહ્યો છું અને કાર્યવાહીની માંગ કરી રહ્યો છું. મારી માંગ છે કે રાજ્ય સરકાર આ મુદ્દે કડક કાર્યવાહી કરે. પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કલ્લાકુરિચીમાં ગરીબ લોકોના અમૂલ્ય જીવ ગયા છે.

પીએમકેના સ્થાપક નેતા એસ રામદોસે માંગ કરી હતી કે સ્ટાલિન મૃત્યુની જવાબદારી લે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ વિભાગ અને સરકાર નકલી દારૂના વેચાણ પર અંકુશ લાવવામાં અસમર્થ છે. તેમણે સરકાર પાસેથી મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે.

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ ડીએમકે પર કહ્યું કે તેઓ પાઠ શીખ્યા નથી અને તેમના ગેરવહીવટના કારણે આજે વધુ ૫ લોકોના મોત થયા છે. ડીએમકે સરકારમાં કોઈ જવાબદારી નથી. તેમના મંત્રીઓ ઝેરી દારૂ વેચનારાઓ સાથે ફોટા પડાવે છે. તેમને કોઈ ડર નથી.