કેન્સરે વધારી યુવાઓની ચિંતા

કેન્સરે વધારી યુવાઓની ચિંતા

હાલમાં જ એક એનજીઓ કેન્સર મુક્ત ફાઉન્ડેશન (સીએમએફ) દ્વારા કરવામાં આવેલ એક અધ્યયનથી ખબર પડી છે કે યુવા પેઢીમાં કેન્સરના કેસોમાં વૃદ્ઘિ થઈ રહી છે. તેની હેલ્પલાઇનના માધ્યમથી બીજી સલાહ લેનારા ૨૦ ટકા કેન્સર રોગી ૪૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. દેશમાં પાંચમાંથી એક કેન્સરનો કેસ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના પુરુષો અને મહિલાઓમાં જોવા મળે છે અને લગભગ ૬૦ ટકા રોગી પુરુષ હોય છે. સીએમએફને હૈદરાબાદથી સૌથી વધુ કોલ આવ્યા હતા, ત્યાર બાદ મેરઠ અને મુંબઈનું સ્થાન રહ્યું છે.

ભારતને હવે દુનિયાની ‘કેન્સર રાજધાની’ માનવામાં આવે છે. એમ તો કેન્સરના સો કરતાં વધારે પ્રકાર છે, પરંતુ તેમાં મુખ્ય છે – સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, મસ્તિષ્ક કેન્સર, હાડકાંનું કેન્સર, મૂત્રાશયનું કેન્સર, અગદ્ઘાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કિડનીનું કેન્સર, ફેસાંનું કેન્સર, ત્વચાનું કેન્સર, પેટનું કેન્સર, થાઇરોઇડ કેન્સર, મોં અને ગળાનું કેન્સર. સામાન્ય રીતે શરીરનું વજન વધવા અને શારીરિક ગતિવિધિઓમાં ઘટાડો, દોષપૂર્ણ તથા અસંતુલિત આહાર, વ્યાયામ નહિ કરવા, નશા રૂપે વધુ માત્રામાં દારૂનું સેવન કરવાથી આ રોગનો શિકાર થવાની આશંકા વધી જાય છે. ચ્હા-કોફી જેવા પીણાંના ટેવાયેલા વ્યક્તિને પણ કેન્સર થવાનો ખતરો વધુ રહે છે, કારણ કે તેમાં કેટલાય હાનિકારક તત્ત્વો મળી આવે છે. કેન્સર એક આનુવંશિક રોગ છે. કેટલીય વાર આ રોગ કેન્સર પીડિત માતા-પિતાનાં બાળકોમાં પણ તેમના જીન દ્વારા પહોંચી જાય છે. દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે પણ કેન્સરના કેસો બની રહ્યા છે.

જોકે ભારતમાં સ્વાસ્થ્ય સેવાનું બુનિયાદી માળખું કેન્સરના વધતા કેસો સાથે તાલમેલ બેસાડવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. કેન્સર ઉપચાર કેન્દ્રો, વિશેષજ્ઞ ડોક્ટરો અને જરૂરી ચિકિત્સા ઉપકરણોની કમી પ્રભાવી કેન્સર વ્યવસ્થાપનમાં અડચણ બની રહી છે. ભારતમાં વધતા કેન્સર સંકટને પહોંચી વળવા માટે સરકારી અને બિનસરકારી સંગઠનોના સમન્વિત પ્રયાસોની જરૂર છે. કેન્સરથી પીડિત લોકોની ઘટતી ઉંમરનો દેશના સ્વાસ્થ્ય, વ્યક્તિગત અને પારિવારિક બજેટ, અર્થવ્યવસ્થા અને સમાજ પર ગંભીર પ્રભાવ પડે છે. ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો ઉત્પાદક વ્યક્તિ હોય છે અને કામકાજી ઉંમર વર્ગનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે. તેમાંથી મોટાભાગના દર્દીઓને પરિવાર હોય છે. કેન્સરથી લડવાની રણનીતિ પર નવેસરથી ધ્યાન આપવું જોઇએ. લોકોને જીવનશૈલીમાં જરૂરી બદલાવ વિશે જાણકારી આપવી જોઇએ. કેન્સરની તપાસ, શરૂઆતમાં ઓળખ અને ઉપચાર માટે યોગ્ય સુવિધાઓ પર યાન આપવું જોઇએ. કેન્સર પર વધુ અધ્યયન અને શોધ પણ થવી જોઇએ, જે બીમારી સામે લડવામાં ઉપયોગી નીવડશે.