વકીલોની ટ્રાન્સફર અંગે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશન સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ મુલાકાત કરશે

અમદાવાદ,

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ ૨૧ નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના નેતાઓની સાથે મુલાકાત કરવા માટે સંમત થયા છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા જસ્ટિસ નિખિલ. એસં કરીયલને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની કોલેજિયમની ભલામણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જીએચસીએએના સચિવ હાદક ડી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે એડવોકેટ્સ એસોસિએશનના એક પ્રતિનિધિમંડળને સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને મળવાની મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે તાજેતરમાં વહીવટી કારણોસર ત્રણ હાઇકોર્ટમાંથી એક-એક ન્યાયાધીશની બદલી કરવાની ભલામણ કરી હતી.

જીએચસીએએના સભ્યોએ ગુરુવારે જસ્ટિસ કારિયાલને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની કોલેજિયમની ભલામણનો સખત વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો હતો અને વિરોધમાં લંચ બ્રેક પછી કાર્યવાહી કરી ન હતી.એસોસિએશને પોતાના ઠરાવમાં કહ્યું હતું કે, “જસ્ટિસ કારિયાલ શ્રેષ્ઠ, પ્રામાણિક અને ન્યાયી ન્યાયાધીશોમાંના એક છે, જેમની પ્રામાણિક્તા અને પ્રોબિલિટીનો જોટો જડે તેમ નથી ત્યારે આવા વ્યક્તિની ટ્રાન્સફર ન થવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કારિયાલનો જન્મ ૯ મે, ૧૯૭૪માં થયો હતો, તેમણે વર્ષ ૧૯૯૮માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એડવોકેટ તરીકે નોંધણી કરી હતી અને સવસ લો, સિવિલ અને ફોજદારી કાયદામાં પ્રેક્ટિસ કરી હતી. ૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે પદભાર સંભાળ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધિશ નિખિલ કરિયલની પટના હાઈકોર્ટમાં બદલી કરવામાં આવતા હાઈકોર્ટના વકીલોમાં નારાજગી પ્રવર્તી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ નિખિલ એસ કરિયલ અને જસ્ટિસ એ અભિષેક રેડ્ડીને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. બુધવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે નિખિલ કારેલના ટ્રાન્સફર મામલે ગુજરાત ચીફ જસ્ટિસની કોર્ટમાં વકીલોએ વિરોધ કર્યો હતો. વિરોધ સાથે વકીલો હડતાળ પર ઉતરી ગયા છે.. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નવો નિર્ણય નહીં આવે ત્યાં સુધી વકીલોની હડતાળ યથાવત રહેશે.