કુવૈત સરકાર દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારોને ૧૫,૦૦૦ યુએસ ડોલર (૧૨.૫ લાખ રૂપિયા) નું વળતર આપશે. આ આગમાં ૫૦ લોકોના મોત થયા હતા, જેમાં ૪૬ ભારતીયોનો સમાવેશ થાય છે. કુવૈતી મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. કુવૈતી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૨ જૂનના રોજ મંગફ શહેરમાં સાત માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી.
બિલ્ડિંગના ગ્રાઉન્ડ લોર પર આવેલા ગાર્ડના રૂમમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સકટના કારણે આગ લાગી હતી. આગમાં ૪૬ ભારતીયોના મોત થયા હતા આ બિલ્ડીંગમાં ૧૯૬ પ્રવાસી કામદારો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. અહેવાલ અનુસાર કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આદેશ પર, પીડિતોના પરિવારોને ૧૫,૦૦૦ ડોલર (૧૨.૫ લાખ રૂપિયા) નું વળતર મળશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વળતર ચૂકવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અને પીડિતોના દૂતાવાસને મોકલવામાં આવશે. માર્યા ગયેલા લોકોમાં ૪૬ ભારતીય હતા. અન્ય ત્રણ મૃતકો ફિલિપાઈન્સના હતા અને પીડિતોમાંથી એકની ઓળખ થઈ નથી.
અહેવાલમાં જણાવાયું છે કે સંબંધિત દૂતાવાસ આગથી પ્રભાવિત લોકોના પરિવારોને ભંડોળનું વિતરણ ાજિરી, પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને પીડિતોના પરિવારો સુધી સહાય તાત્કાલિક પહોંચે તેની ખાતરી કરશે. અહેવાલમાં કહ્યું, ’આ નાણાકીય સહાયનો હેતુ આ મુશ્કેલ સમયે શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવાનો છે. ભારત સરકારે ભીષણ આગમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોના પરિવારોને ૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કેરળ સરકારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજ્યના લોકોના પરિવારોને ૫ લાખ રૂપિયાની આથક સહાય આપશે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોમાં ૨૪ કેરળના રહેવાસી હતા. કુવૈત સરકારે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. કુવૈતના સરકારી વકીલે ટ્વિટર પર જણાવ્યું હતું કે તપાસનો ઉદ્દેશ્ય ઘટના પાછળના સંજોગોને ઉજાગર કરવાનો છે, અને ઘાતક આગનું કારણ શું હતું તે શોધવાનો છે. આગની ઘટના બાદ સુરક્ષાના પગલાંમાં બેદરકારીને કારણે હત્યા અને ઈજા પહોંચાડવાના આરોપમાં એક કુવૈતી નાગરિક અને કેટલાક વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.