ઈરાનમાં ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. પ્રાકૃતિક આપદામાં ૪ લોકોના માર્યા ગયા હોવાની સૂચના મળી છે. જ્યારે ૧૨૦થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. આ ઉપરાંત મકાનોને પણ ભારે નુક્સાન થયું છે. ભૂકંપના આ ઝટકા રજાવી ખુરાસાન પ્રાંતના કાશ્મીર કાઉંટીમાં અનુભવાયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, કમસે કમ ૪ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૧૨૦થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. ભૂકંપની સૂચના મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન તરફથી કાશ્મીર કાઉંટી વિસ્તારમાં સ્નીફર ડોગ સાથે ૫ ટીમો મોકલવામાં આવી છે. આ ઉપરાંત ઈમરજન્સી શેલ્ટર પણ બનાવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો મંગળવારે ઈરાનના ઉત્તર પૂર્વી શહેર કાશ્મીરમાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પ્રાકૃતિ દુર્ઘટનામાં કમસે કમ ૪ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક સમયાનુસાર ૧.૨૪ બપોરના સમયે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ગામડાઓમાં અને શહેરોમાં ભારે નુક્સાન પહોંચાડ્યું છે.
કહેવાય છે કે, મુખ્ય રીતે જૂની ઈમારતો ભૂકંપના આકરા ઝટકા સહન કરી શકી નહોતી. ભૂકંપ દરમ્યાન ઈજા પામેલા ૩૫ લોકોને ઘાયલમાં દાખલ કર્યા છે. સરકારી ટીવીમાં પણ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં બચાવકર્મી લોકોને બચાવી રહ્યા છે. જ્યાં રસ્તાઓ પર તૂટી ગયા છે.