ગુજરાત યુનિવર્સિટી અને છબરડા એકબીજાનો પર્યાય બની ગયા છે. તેથી ગુજરાત યુનિવર્સિટી છબરડો ન કરે તો જ આશ્ર્ચર્ય થાય. કદાચ કોઈ એવું વર્ષ ગયું નહી હોય તો જે વર્ષે ગુજરાત યુનિવર્સિટી એ છબરડો કર્યો ન હોય.
આ વખતે પણ ગુજરાત યુનિવર્સિટી એ યુજી કોર્સીસના કોમન એડમિશન ટેસ્ટમાં મોટો છબરડો કર્યો છે. આ છબરડાંની ખાસિયત એ છે કે છોકરાઓને ગર્લ્સ કોલેજમાં એડમિશન આપી દીધું છે. આ છોકરા પણ એક કે બે નથી પૂરા ૩૦૦ છોકરાને એડમિશન આપ્યું છે, તેના લીધે ૩૦૦ છોકરીઓ એડમિશનથી વંચિત રહી ગઈ છે.
જીકાસની એજન્સી અને સમર્થના પોર્ટલમાં કોઈપણ પ્રકારની વેરિફિકેશન સિસ્ટમ ન હોવાથી વિદ્યાર્થીઓને તેમની ચોઈસ મુજબ એડમિશન ફાળવી દેવાયા છે, જેના લીધે ગર્લ્સ કોલેજમાં યુવકોને એડમિશન મળી ગયું છે.
આના લીધે ગુજરાત યુનિવર્સિટી ને ગર્લ્સ કોલેજોમાં સુપર ન્યુમરી સીટ આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે વેકેશન બાદ કોલેજો શરૂ થવાની છે તે સમયે ગુજરાત યુનિવર્સિટી એ તેના આ છબરડાને બ્રેક મારવું જરૂરી છે. પોર્ટલમાં ખામીના લીધે એડમિશન પ્રક્રિયા પર મોટી અસર પડી છે. આના લીધે હવે છોકરા અને છોકરીઓ બંનેને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે, પરંતુ તેમની ચોઈસ મુજબ પ્રવેશ નહીં મળે. આમ યુનિવસટીનો એક છબરડો બધાને હેરાન કરશે.