મુંબઈમાં જસલોક સહિત ૫૦ જેટલી હોસ્પિટલો, બીએમસી હેડક્વાર્ટર અને હિન્દુજા કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈની ૫૦થી વધુ હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. મુંબઈની જસલોક હોસ્પિટલ, રાહેજા હોસ્પિટલ, સેવન હિલ હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ,કેઇએમ હોસ્પિટલ, જેજે હોસ્પિટલ, સેન્ટ જ્યોજયા સહિતની ઘણી હોસ્પિટલોને આ ધમકી મળી છે. આ ધમકી હોસ્પિટલોને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. જે બાદ પોલીસે સક્રિય થઈને તેની તપાસ શરૂ કરી હતી. પોલીસ એ ફઁદ્ગ ને શોધવાનો પ્રયાસ કરી રહી છે જેના દ્વારા મેલ મોકલવામાં આવ્યો હતો. આ ધમકી પાછળનો ઈરાદો હજુ સુધી જાણી શકાયો નથી.

મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈની હિન્દુજા કોલેજ ઓફ કોમર્સને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી છે. સ્થાનિક બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈના વીપી રોડ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. મ્સ્ઝ્ર હેડક્વાર્ટરને પણ ઈમેલ દ્વારા ધમકી મળી છે. મુંબઈ પોલીસે કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મ્સ્ઝ્ર હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે મ્સ્ઝ્ર હેડક્વાર્ટરની તપાસ કરી, પરંતુ અહીં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ મામલે પણ તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે મુંબઈના મીરા રોડ સ્થિત એક હોસ્પિટલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. જે બાદ પોલીસે બેરિકેડ લગાવીને લોકોની અવરજવર અટકાવી દીધી હતી.