હિમાલય પર બરફ વર્ષા ઘટતા જળસંકટનો ખતરો ઉભો થશે

હિન્દુ કુશ હિમાલય પર આ વર્ષે બરફ વર્ષામાં રેકોર્ડ ઘટાડો નોંધાતા જળસંકટ વધુ ઘેરૂ બને તેમ છે. એક નવા રીપોર્ટમાં વૈજ્ઞાનિકોએ આ ચેતવણી જાહેર કરી છે. રીપોર્ટ મુજબ જળવાયુ પરિવર્તનના કારણે હિમાલય પર બરફ વર્ષા ઓછી થતા નીચેના વિસ્તારોમાં રહેતા લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નેપાળ સ્થિત આંતરરાષ્ટ્રીય સંગઠન આંતરરાષ્ટ્રીય એકીકૃત પર્વતીય વિકાસ કેન્દ્રના નિષ્ણાંતોએ જળ વ્યવસ્થાપન અધિકારીઓ પાસેથી અછત અંગેની રણનીતિઓ અને પાણી પુરવઠો જાળવી રાખવાના ઇમરજન્સી ઉપાયો શરૂ કરી દેવા ભલામણ કરી છે.

હિમાલય ક્ષેત્ર પૃથ્વી પર જામેલા પાણી પર ખુબ નિર્ભર છે. જેમાં બરફ, જામેલી ભૂસપાટી, બરફના પહાડ, ઝરણા અને નદીઓ સામેલ છે. આ ક્ષેત્રના લગભગ ર૪ કરોડ લોકો માટે આ થીજી ગયેલુ પાણી એ તાજા પાણીનો મહત્વપૂર્ણ ોત છે. નીચાના વિસ્તારમાં ૧૬પ કરોડ લોકોને લાંબાગાળાનો લાભ થાય છે.

અહીંથી શરૂ થતી ૧ર મુખ્ય નદીઓ ખીણના પુલ જળપ્રવાહનો ર૩ ટકા હિસ્સો બને છે. તેનું યોગદાન દરેક નદીએ અલગ અલગ હોય છે. હેલમંદના જળપ્રવાહમાં ૭૭ ટકા અને સિંધુમાં ૪૦ ટકા પાણી બરફ ઓગળવાથી આવે છે.

રીપોર્ટ અનુસાર આ વર્ષ પૂરા વિસ્તારમાં બરફ વર્ષાનું પ્રમાણ પાંચમા ભાગનું થઇ ગયું છે. પશ્ર્ચિમમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ત્યાં બરફ ઓગળવાથી પાણી પુરવઠા સૌથી વધુ પહોંચે છે. ગંગા બેસીનમાં બરફનું સ્તર સામાન્યથી ૧૭ ટકા ઓછું અને બ્રહ્મપુત્ર બેસીનમાં સામાન્યથી ૧૪.૬ ટકા ઓછું રહ્યું છે. હેલમંદ નદીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા ઘટાડો નોંધાયો છે. આ પહેલા સૌથી ઓછું સ્તર ર૦૧૮માં નોંધાયુ હતું અને ૪ર ટકાનો ઘટાડો થયો હતો.

નિષ્ણાંતોના કહેવા મુજબ હિન્દુ કુશ હિમાલયમાં બરફનું પ્રમાણ અને હાલમાં ઘટાડો દેખાયો છે. જેમાં છેલ્લા રર વર્ષથી ૧૩ વર્ષમાં બરફ વર્ષા સામાન્યથી ઓછી નોંધાતા તે ગંભીર ખતરાનો સંકેત છે.