દાહોદ, દાહોદના તળાવ ફળીયા ભીલવાડા વિસ્તારના યુવકે દાહોદ રેલ્વે ટ્રેક નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગતરોજ વહેલી સવારના 7 કલાકે વાત કરીયેતો દાહોદથી પસાર થતી જમુંતાવી એકસ્પ્રેસ ટ્રેન નીચે દાહોદના બોરડી ગામ નજીક આવેલ રેલ્વે ટ્રેક વચ્ચે 542/2 અને 542/36 પર દાહોદના તળાવ ફળીયામાં રહેતા કમલેશભાઈ વડકીયાએ પડતું મૂકી આપઘાત કરી લેતા યુવકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવકએ જમ્મુંતાવી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાની જાણ દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ. ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો મેળવી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરતા યુવક દાહોદ શહેરના તળાવ ફળીયા ભીલવાડાનો રહેવાસી હોવાનું માલૂમ પડતા જેમની ઉમર 33 વર્ષ અને નામ કમલેશભાઈ કાળીયાભાઈ જાતે વડકીયા હોવાનું જણાવા મળતા રેલ્વે પોલીસે પરિવારનો સંપર્ક કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વડ્યું હતું. હાલ રેલ્વે પોલીસએ પરિવાર જનોથી પૂછતાજ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.