બાગાયત યોજનાનો લાભ લેવા 30 જુન સુધીમાં અરજી સાધનિક કાગળો સહીત રજુ કરવા જણાવવામાં આવે છે

  • સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અરજી કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહિ.

મહીસાગર,રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા. 12/03/2024 થી તા.11/05/2024 સુધી આઈ -ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે અરજદારોએ બાગાયત સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરેલ હોય તેઓએ જરૂરી સાધનિક દસ્તાવેજો જેવા કે અરજી પ્રિન્ટ નકલ, 7-12, 8 – અ નકલ, જાતિનો દાખલો (અનુ. જાતિ/અનુ. જન જાતિ), આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની નકલ સામેલ કરી અરજી નાયબ બાગાયત નિયામક ની કચેરી, બ્લોક 14,પહેલો માળ, સરદાર પટેલ સ્કુલની બાજુમાં, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ લુણાવાડા- 389230 ખાતે તા. 30/06/2024 સુધીમાં અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા જણાવવામાં આવે છે. મહીસાગર જીલ્લાનાં બાગાયતદારો ને વધુમાં જણાવવાનું કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અરજી કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહિ.