10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને દાહોદ જીલ્લાના સુખસર ખાતેની કૃષિ શાળામાં કોમન યોગ પ્રોટોકોલ જીલ્લા કક્ષા યોગ શિબિરનું આયોજન કરાયું

દાહોદ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને પ્રચાર પ્રસાર માટે યોગસેવક શીશપાલજી ચેરમેન તેમજ ઓ. એસ.ડી. વેદી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ સુખસર ખાતે કૃષિ શાળામાં કોમન યોગ પ્રોટોકોલ યોગ શિબિર યોજવામાં આવી હતી.

યોગાસનોના કારણે હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે છે અને મેડિકલ ખર્ચ ઘટે છે. આ ઉમદા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સ્ટેટ કોર્ડિંનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોરડીનેટર પિન્કીબેન મેકવાન નાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગ સિખવવામાં આવ્યા સાથેજ યોગ આપના જીવનમાં કેટલું ઉપયોગી છે, તેનાથી માહિતગાર કર્યા અને યોગ અને પ્રાણાયામ રોજ કરવાથી વિવિધ બીમારીઓ પણ આપણા શરીર થી દૂર રહે છે, તેમજ યોગ કોર્ડિંનેટર ડી. પટેલનાઓ તેમજ ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગી નાઓ દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરેલ તેમજ યોગ કોચ ધુળાભાઈનાઓ દ્વારા તાલુકામાં આશરે 350 થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરેલ છે ગામડે ગામડે ફરી યોગ ની તાલીમ આપી રહ્યા છે. જે ખરેખર ખુબજ ઉત્કૃષ્ટ કામગીરી કહી શકાય.

આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત દાહોદ જીલ્લા બી.જે.પી. પ્રમુખ શંકરભાઇ અમલિયાર નાઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાઓના સપનાને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગામડાઓ સુધી યોગ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે. એ ખરેખર સરાહનીય છે અને આવનાર સમયમાં ઘર ઘર સુધી અને જન જન સુધી યોગ પહોંચે અને સૌ ભારતીય સ્વસ્થ રહે નિરોગી રહે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી.

આ કાર્યક્રમમાં ભ્રમ્હાકુમારી, ગાયત્રી પરિવાર, શ્રી શ્રી રવિશંકર, RSS,VHP તેમજ અન્ય બીજા સમાજ સેવી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ જીલ્લાના તમામ તાલુકાઓના યોગ કોચ, ટ્રેનરો સાધકો, સાંઈ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ તેમજ ફતેપુરા તાલુકાના આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.