શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અંતર્ગત કલરવ સ્કૂલ ગોધરા ખાતે એમ.જી.મોટર હાલોલ દ્વારા બહેનો માટે ભરતી મેળો યોજાયો

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ ટ્રાયબલ ચેર અને કલરવ સ્કૂલ ગોધરા તથા એમ.જી. મોટર હાલોલના સંયુક્ત ઉપક્રમે બહેનો માટેનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા, મુખ્ય અતિથિ વિશેષ ડો .અનિલભાઈ સોલંકી, કુલ સચિવ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા તથા અતિથિ વિશે ડો. અજયભાઈ સોની, મીડિયા સેલ ક્ધવીનર એસ.જી.જી.યુ તેમજ કલરવ સ્કૂલના આચાર્ય જયેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં કુલ 198 બેનોએ ભાગ લીધો હતો. જેમાંથી 60 બેનોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં એમ.જી. મોટર માંથી એચ.આર. મેનેજર તપનભાઈ રાવલ તથા એચ.આર.માંથી મનિષાબેન તેમ જ આઠ વ્યક્તિની મેડિકલ ટીમ દ્વારા ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી. શ્રી ગોવિંદ ગુરૂ ટ્રાયબલ ચેરના સભ્ય ડો. દક્ષાબેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમજ ટ્રાયબલ ચેરના સભ્ય ડો.સુરેશભાઈ પટેલ અને ડો. સાબતસિંહ પટેલે જોબ પ્લેસમેન્ટ અંગેની કામગીરી કરી હતી. શ્રી ગોવિંદ ગુરૂ ટ્રાઇબલ ચેરના કો-ઑર્ડીનેટર ડો.મહેશ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્કૂલના આચાર્ય આદરણીય જયેશભાઈ પટેલે મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહીને આશિર વચનો આપ્યા હતા. ડો.સુરેશ પટેલે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમ સફળ થવા બદલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે અભિનંદન અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.