દાહોદ,
ગુડ ગવર્નન્સનું પર્યાય ગણાવવામાં આવતા ગુજરાતમાં ફરી એક ઉચ્ચ અધિકારી રંગે હાથ લાંચ લેતા આબાદ રીતે ઝડપાઇ ગયા છે. દાહોદના ખેતી નિયામક રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આમ તો સામે આવી રહેલી પ્રાથમીક માહિતી પ્રમાણે સાહેબે રૂપિયા અઢી લાખની લાંચ માંગી હતી. પરંતુ તે પૌકીનાં દોઢ લાખ હાથમાં લેતા જ દાહોદના ખેતી નિયામક ગુજરાત એસીબીના છટકામાં દોઢ લાખની લાંચ લેતા જબ્બે થયા. ફરી એક ઉચ્ચ અધિકારી પૈસા લેતા ACBનાં હાથમાં આવી જતા ગુજરાતનાં ઓફિસ કેડર કોરીડોરમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.