મુંબઇ,
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ જીતવાનું સપનું ભલે રોળાઈ ગયું પરંતુ ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું પ્રદર્શન શાનદાર રહ્યું જેનું તેને તાજેતરમાં આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલી રેક્ધિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે.આઇસીસી રેક્ધિંગમાં અર્શદીપ ૨૨મા સ્થાને આવી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડના સેમ કરન સહિતના ખેલાડીને આઇસીસી રેક્ધિંગમાં મોટો ફાયદો થયો છે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. આ સિવાય પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. શાનદાર બોલિંગને કારણે સેમ કરનને ૧૧ સ્થાનની છલાંગ લગાવી છે જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પણ આઇસીસી રેક્ધિંગમાં ૧૮મા સ્થાને પહોંચી ગયો છે, આ પહેલા તે ૩૯મા નંબર પર હતો.
ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં કુલ ૧૦ વિકેટ ખેરવી હતી જોકે, સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો જેમાં ભારતની બોલિંગ સાવ કંગાળ રહી હતી.