રાહુલ બાદ વાયનાડમાં લેફ્ટ પ્રિયંકાને વોકઓવર નહીં આપે

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે વાયનાડ લોક્સભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સામે તેનો ઉમેદવાર ઉતારશે. સીપીઆઈના રાજ્ય સચિવ બિનોય વિશ્ર્વમે પત્રકારોને જણાવ્યું હતું કે સીપીઆઈ, જે લેટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)નો ભાગ છે, તેની પાસે વાયનાડ લોક્સભા બેઠક છે અને તેના ઉમેદવાર પેટાચૂંટણી લડશે.

તેમણે કહ્યું, આમાં શંકા શું છે? ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને લેટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને અનુકૂળ હોય તેવું કંઈ કરશે નહીં. અમે ચોક્કસપણે અમારા ઉમેદવારને ત્યાં ઉભા કરીશું.

જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાની ઉમેદવારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે બિનોય વિશ્ર્વમે કહ્યું કે કોંગ્રેસને કોઈપણ ક્ષેત્રમાં પોતાનો ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ડાબેરી નેતાએ એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીએ વાયનાડ બેઠક ખાલી કરવાની યોજના બનાવી હોય, તો તેમને દક્ષિણમાં રાહુલ ગાંધી જેવા અગ્રણી નેતાને લાવવાની કોઈ જરૂર નથી.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતૃત્વની બેઠક બાદ સોમવારે કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોક્સભા બેઠક જાળવી રાખશે અને વાયનાડ બેઠક ખાલી કરશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાથથી ચૂંટણી લડશે.રાહુલ ગાંધીએ લોક્સભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતી હતી. ૪ જૂને લોક્સભા ચૂંટણીના પરિણામો આવ્યાના ૧૪ દિવસમાં તેમણે એક સીટ ખાલી કરવી પડી હતી.