ઓડિશાના બાલાસોરમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દીધી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે ૧૭ જૂનની મયરાત્રિથી ૧૮ જૂનની મયરાત્રિ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ સોમવારે બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઠાકરે સાથે વાત કરી અને તેમને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો, અધિકારીઓએ જણાવ્યું હતું.
સોમવારે શહેરના ભુજળીયા પીર વિસ્તારમાં પશુઓના બલિદાનને કારણે રસ્તા પર વહેતા લોહીના વિરોધમાં લોકોનું ટોળું ધરણા પર બેસી ગયું હતું. અન્ય જૂથે કથિત રીતે તેમના પર પથ્થરમારો કર્યો, જેના પગલે અથડામણ થઈ, પોલીસે જણાવ્યું. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમાર બાલાસોરમાં કેમ્પ કરી રહ્યા છે. બાલાસોરમાં પોલીસે લેગ માર્ચ કરી હતી. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઓટી રોડના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નીકળે, ન તો તેમને પગપાળા જવાની મંજૂરી આપવામાં આવશે કે ન વાહન દ્વારા. લોકોને તાત્કાલિક તબીબી સહાય સિવાય બહાર જવાની મંજૂરી નથી. બાલાસોરના પોલીસ અધિક્ષક સાગરિકા નાથે જણાવ્યું કે બાલાસોર નગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તમામ વેપારી સંસ્થાઓ અને દુકાનો બંધ રહેશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. જોકે, સોમવારે કેટલીક જગ્યાએ છૂટાછવાયા હિંસા નોંધાઈ હતી.